HomeGujaratરૂ.150 કરોડની GST ચોરી મામલે સુરતમાં મુંબઇ GSTના દરોડા - India News...

રૂ.150 કરોડની GST ચોરી મામલે સુરતમાં મુંબઇ GSTના દરોડા – India News Gujarat

Date:

Related stories

BJP Jansampark Abhiyaan: 30 દિવસ સુધી જનતા સાથે ચર્ચા કરવામાં આવશે – India News Gujarat

BJP Jansampark Abhiyaan ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: BJP Jansampark Abhiyaan:...

Weather Update: દિલ્હી-NCRમાં 40 KMની ઝડપે પવન ફૂંકાશે – India News Gujarat

Weather Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Weather Update: છેલ્લા કેટલાંક...

સુરતમાં મુંબઇ GSTની ટીમના ધામા 

GST વિભાગ સાથે મોટી રકમની છેતરપિંડી કરીને સુરતમાં રહેવા આવી ગયેલી મહિલાને મુંબઇ GSTની ટીમે તેના ઘરેથી દબોચી લીધી હતી. મુંબઇ GST કમિશનર દ્વારા આ મહિલાની અટકાયત કરવામાં આવી છે. આ મહિલાને તપાસ માટે મુંબઇ લઇ જવાતા તેની તબિયત લથડી હતી અને આરોપી મહિલાને મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મહિલા શું વેપાર કરે છે તેની કોઇ જાણકારી તેમને મળી શકી ન હતી. – India News Gujarat

લાખો રૂપિયાની રોકડ રકમ જપ્ત

મુંબઇ ખાતે જીએસટીમાં અંદાજે રૂપિયા 150 કરોડનો ગફલો કરીને સુરતના વેસુ વિસ્તારમાં પ્રિમા માતરે ઉર્ફે શગુન નામની મહિલા રહેવા આવી ગઇ હતી. વેસુના ભગવતી આશીષ વિભાગ-1 માં ભાડેથી રહેતી શગુનને ત્યાં મુંબઇ જીએસટી કમિશનર અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેના ઘરમાંથી લાખો રૂપિયાની રોકડ રકમ હાથ લાગી હતી. જેને જીએસટીના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત આ મહિલાને રૂપિયા 150 કરોડના જીએસટી ચોરીના કેસમાં અટકાયતમાં લઇને તપાસ અર્થે મુંબઇ લઇ જવામાં આવી હતી. – India News Gujarat

મહિલા આરોપીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો

મુંબઇ ખાતે શગુનની જીએસટી અધિકારીઓએ આંકરી પુછપરછ શરૂ કરતા તેની તબિયત બગડી ગઇ હતી. જ્યારે તેણે જીએસટી અધિકારીઓને ફરિયાદ કરી હતી કે, તેને ચક્કર આવે છે અને છાતીમાં દુઃખાવો થઇ રહ્યો છે. જેથી જીએસટી વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ આ મહિલાને તાત્કાલિક સારવાર માટે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આ મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે. જ્યારે મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યાર પછી તેની ફરી વખત પુછપરછ કરવામાં આવશે એવુ જીએસટી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. – India News Gujarat

સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી

મુંબઇમાં જીએસટી વિભાગ સાથે ગફલો કરીને સુરતના વેસુ વિસ્તારમાં શગુન નામની મહિલા રહે છે એવી જાણકારી મુંબઇ જીએસટી વિભાગના કમિશનરને મળી હતી. જીએસટી વિભાગની ટીમે તુરંત સુરત પોલીસ કમિશનરનો સંપર્ક કરીને જરૂરી બંદોબસ્તની માંગણી કરી હતી. જેથી મહિલા પોલીસ અધિકારી સહિતના સ્ટાફનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો તેમજ પોલીસે વેસુ ખાતે શગુનના ફ્લેટ પર છાપો માર્યો હતો. મહિલાને દબોચી લઇ જરૂરી પેપર વર્ક કરીને જીએસટીની ટીમ મુંબઇ જવા રવાના થઇ ગઇ હતી. – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો – AAP યહાં આયે કિસ લીયે : BJP ?? India News Gujarat

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories