HomeGujaratકોરોનાનો કહેર, લોકોમાં ભય, અને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર

કોરોનાનો કહેર, લોકોમાં ભય, અને ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર

Date:

Related stories

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર, 18મી એપ્રિલે યોજાશે મતદાન

ગુજરાતમાં એક બાજુ કોરોનાનો કાળે કહેર વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી તારીખ 18 એપ્રિલે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજાશે.  મનપાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાશે. કુલ 284 મથકો પર મતદાન યોજાશે. કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ચૂંટણી યોજાશે. જ્યારે 20 એપ્રિલના રોજ મતગણતરી કરાશે. તો 1 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે અને 3જી એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે 5 એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. 

કોરોનાના ફફડાટ વચ્ચે ચૂંટણીનો જંગ થશે

ઉલ્લેખનીય છે કે, છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો હતો, જયારે કોંગ્રેસનો કરૂણ રકાસ થયો હતો. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. તમામ મહાનગરપાલિકામાં કુલ મળીને 450થી વધુ બેઠકો પર ભાજપે વિજય હાંસલ કરી ધાર્યો લક્ષ્યાંક પાર પાડયો હતો.

 

 

 

 

 

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories