Friday, May 20, 2022

HomeEntertainmentગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat's drums in Britain:INDIA NEWS GUJARAT

ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:INDIA NEWS GUJARAT

ઢોલીડાના ઢોલની ગુંજ લંડનની મહારાણીના કાને ગુંજશે

ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:લંડનના રાજવી પરીવારના મહારાણી એલિઝાબેથને બ્રિટેનની ગાદી સંભાળે ૭૦ વર્ષ થઈ રહ્યા છે એ નિમિતે બ્રિટેન શાહી ખાનદાન પ્લેટેનિયમ જ્યુબીલી વર્ષ મનાવવી રહ્યું છે ત્યારે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત માટે ખાસ કરીને મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે લંડન પેલેસ પ્રીમાઇસિસ એરીયામાં વિન્ડસર કેસલ ખાતે મુળ કચ્છના રાણપર હાલે લંડનની સિંગર પ્રીતિ વરસાણી કે જુઓ શાહી પરિવારના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટનની મહારાણી એલિઝાબેથની ઉસ્થિતિમાં ગુજરાતી ગીત ” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી સે ” સમક્ષ ગુજરાતના ગરબાનું પરફોર્મન્સ આપશે.

ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:અહીં ખાસ ધ્યાનમાં લેવાની વાત એ છે કે ચાર દિવસ ચાલનારા આ પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારોની વચ્ચે “બોલીવૂડ કો”નામની કંપનીએ મૂળ ઇન્ડિયન હાલે લંડન એવા સિંગરના કચ્છ અને ગુજરાતની પ્રીતિ વરસાણીની પસંદગી કરવામાં આવી છે અન્ય એક બોલીવુડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.શાહી પરીવાર તરફથી દુનિયાના ખ્યાતનામ ફેમસ ફોરેન્શ ( ગોરા લોકો )એ આ ગીતને સંગીત આપ્યું છે.

ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:છેલ્લા ઘણાં વર્ષોથી લંડનમાં ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિને લઈને યુવાનોમાં ઉદાસીનતા દેખાતી હતી તેવામાં પ્રીતિ વરસાણી , મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરાં સલાટ આ ત્રણે જણાં એ ૨૦૧૬ માં લંડન ખાતે ” રંગીલો ગુજરાત ” ના શિર્ષક તળે ગુજરાતમાંથી ૬૦ થી ૬૫ ઉમદા કલાકારો લંડન બોલાવીને ત્યાં ગુજરાતી લોકોને પોતાની સંસ્કૃતિ અને કલાના દર્શન કરાવ્યા હતા, ત્યારબાદ રેગ્યુલર નવરાત્રી તેમજ ” સૂર સંગમ “ સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યંગ જનરેશનને કલા ક્ષેત્રે આગળ લાવવા સતત પ્રયત્નશીલ કાર્ય કરી રહ્યા છે.વિશેષમાં મીડિયા સાથે વાત કરતાં પ્રીતિ વરસાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની કલાના વારસોને જાળવવાના સુંદર પ્રયાસોના ફળ સ્વરૂપે બ્રિટનશાહી પરીવાર તરફથી યોજાનાર આ કાર્યક્રમમાં પરફોર્મન્સ આપવા નિમંત્રણ આપવામાં આવેલ , આ કાર્યક્રમનું હોસ્ટ હોલિવુડના સુપર સ્ટાર હોલીવુડ સ્ટાર ટોમ ક્રુઝ, હેલેન મિરેન કરશે

ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:ગુજરાત માટે એક ગૌરશાળીપળ હશે કે “ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ” આ ગીતનું જે રીતે વિદેશી ઓર્કેસ્ટાના કલાકારોએ કમ્પોઝ કર્યું છે જે રીતે આ ગુજરાતી ગીતનું કમ્પોઝ કરવામાં આવ્યું છે તે ગુજરાતી ગીત મહારાણી એલિઝાબેથ , ઉપસ્થિત ખાસ મહેમાનો અને સમગ્ર લંડન ના રહેવાસીઓને ચોક્કસ ગમશે તેવું પ્રીતિ વરસાણીએ જણાવ્યું હતું

ગુજરાતના ઢોલની ગુંજ બ્રિટનમાં:The sound of Gujarat’s drums in Britain:ચાર દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં અનેક દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે , આ કાર્યક્રમના અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહી બ્રિટનના લોકોને પ્રોત્સાહિત કરશે, દેશ અને દુનિયા અનેક ચેનલો આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ કરશે..

આ પણ વાંચી શકો છો :નરસિંહ જ્યંતી:Narasimha Jyanti:INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો છો :AC અને કૂલરના ભાવ વધ્યા:AC And Cooler Prices Go Up:INDIA NEWS GUJARAT

SHARE
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular