HomeEntertainmentMrunal Thakur:મૃણાલ ઠાકુરે ‘સીતા રામમ’ ફિલ્મ માટે લીધી તેલુગુ ભાષાની ટ્રેનિંગ-India News...

Mrunal Thakur:મૃણાલ ઠાકુરે ‘સીતા રામમ’ ફિલ્મ માટે લીધી તેલુગુ ભાષાની ટ્રેનિંગ-India News Gujarat

Date:

Related stories

Mrunal Thakur:મૃણાલ ઠાકુરે ‘સીતા રામમ’ ફિલ્મ માટે લીધી તેલુગુ ભાષાની ટ્રેનિંગ-India News Gujarat

Mrunal Thakur: ભારતીય ટેલિવિઝનથી પોતાના કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ મૃણાલ ઠાકુર (Mrunal Thakur) હવે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મહત્વનો ભાગ બની ગઈ છે. ખરેખર મૃણાલ પ્રખ્યાત ટીવી સિરિયલ કુમકુમ ભાગ્યથી લાઈમલાઈટમાં આવી હતી. આ સિરિયલ પહેલા તેણે કેટલીક મરાઠી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી કમાલ કરી હતી. પરંતુ કુમકુમ ભાગ્ય દરમિયાન તેણે બોલિવૂડની ફિલ્મની ઓફર આવી હતી. મિયા અને ઋતિક રોશન સાથે સુપર 30થી તેણે બોલિવુડ ફિલ્મમાં (Bollywood Film) ડેબ્યૂ કર્યું હતું. મૃણાલે તુફાન અને જર્સી સહિત અનેક મોટા બજેટની ફિલ્મોમાં કામ કર્યું છે.

મૃણાલે લીધી તેલુગુ ભાષાની ટ્રેનિંગ

  • પરંતુ હવે મૃણાલે તેની અપકમિંગ ફિલ્મ ‘સીતા રામમ’ શરૂ કરી છે. તેની તેલુગુ ફિલ્મ ‘પાન ઈન્ડિયા’ રીલિઝ થશે. ન્યૂઝ એજન્સી આઈઓએનએસ સાથેની હાલની વાતચીતમાં મૃણાલે તેના તેલુગુ ડેબ્યૂમાં કામ કરતી વખતે જે ચેલેન્જનો સામનો કરવો પડ્યો હતો.
  • તેના વિશે વાત કરી. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે તેના કેરેક્ટરને ન્યાય આપવા માટે તેલુગુ ભાષાની બે મહિનાની ટ્રેનિંગ લેવી પડી હતી. આ ટ્રેનિંગ માટે પ્રાઈવેટ ટ્યુટર સુવર્ણા માજીની નિમણૂક કરવામાં આવી હતી. મૃણાલ ઠાકુર તેની તેલુગુ ભાષાના ઉચ્ચારણ અને વ્યાકરણ પર દિવસમાં બે કલાક કામ કરતી હતી.

લોકો પસંદ કરી રહ્યા છે મૃણાલનું પાત્ર

  • ફિલ્મમાં તેના પાત્ર વિશે વધુ જાણકારી આપતા મૃણાલે શેયર કર્યું કે હું હંમેશા ભારતના આંતરિક ભાગથી આકર્ષિત રહી છું. આ વાતાવરણમાંથી ઉદ્ભવતા પાત્રો ગમતા અને સાચા છે.
  • મને નવો પડકાર ગમે છે. લોકો મને આ પાત્રમાં પ્રેમ કરે છે અને લોકોનો આ પ્રેમ મારા માટે એક આશીર્વાદ સમાન છે.

ટૂંક સમયમાં રિલીઝ થશે ફિલ્મ

  • આગળ મૃણાલે જણાવ્યું હતું કે “મેં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે સુનિશ્ચિત કરવાની કોશિશ કરી છે કે મારા ઉચ્ચાર સ્પોટ-ઓન રહે. મારી દરેક ફિલ્મમાં હું સામાન્ય રીતે મારા પાત્રોની જગ્યાએ મારી જાતને મૂકવાની કોશિશ કરું છું, તેથી મેં સીતા રામમ માટે એક વાર ડિક્શનની ટ્રેનિંગ પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે સીતા રામમ એક અનોખી લવ સ્ટોરી છે.
  • એક જવાબની આ લવ સ્ટોરી યુદ્ધની પૃષ્ઠભૂમિ પર ફિલ્માવવામાં આવી છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર સિવાય દુલકર સલમાન પણ લીડ રોલમાં જોવા મળશે. આ ટેલેન્ટેડ એક્ટ્રેસ સિવાય ફિલ્મ સુમંત, થારુન ભાસ્કર, ગૌતમ મેનન, ભૂમિકા ચાવલા અને મુરલી શર્મા પણ ફિલ્મમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે મૃણાલ ઠાકુરની આ વર્ષે 05 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.
SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories