HomeEntertainmentDrishyam 2 Teaser Out: શું હતું 2જી ઓક્ટોબરનું સત્ય? વિજય આપશે કંફેશન-India...

Drishyam 2 Teaser Out: શું હતું 2જી ઓક્ટોબરનું સત્ય? વિજય આપશે કંફેશન-India News Gujarat

Date:

Related stories

Drishyam 2 Teaser Out: શું હતું 2જી ઓક્ટોબરનું સત્ય? વિજય આપશે કંફેશન-India News Gujarat

Drishyam 2 Teaser Out:  અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ ‘દ્રશ્યમ’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મના ક્રિટિક્સે પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. મર્ડર મિસ્ટ્રી પર બનેલી આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. ‘દ્રશ્યમ’ ફિલ્મની વાર્તા લાંબા સમય સુધી લોકોના મનમાં રહી હતી. આ ફિલ્મના બીજા ભાગ માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ લોકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. દ્રશ્યમ 2 (Drishyam 2) ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

અજય દેવગને શેયર કર્યું છે ફિલ્મનું પોસ્ટર

  • આ ફિલ્મની સિક્વલ ટૂંક સમયમાં આવવાની છે. અજય દેવગને હાલમાં જ ફિલ્મનું પોસ્ટર પણ શેયર કર્યું હતું. પોસ્ટર પોસ્ટ કરતા અજય દેવગને કેપ્શનમાં લખ્યું, ‘યાદ છે 2જી અને 3જી ઓક્ટોબરે શું થયું હતું, યાદ છે ને? વિજય સલગાંવકર તેના પરિવાર સાથે પરત ફરી રહ્યા છે.
  • અજય દેવગનની આ જાહેરાત બાદ હવે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વર્ષ 2015માં આવી હતી ‘દ્રશ્યમ’

  • અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ’ વર્ષ 2015માં આવી હતી. તે સાઉથની ફિલ્મની હિન્દી રિમેક હતી. પરંતુ આ ફિલ્મને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો.
  • આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મની સફળતા જોઈને મેકર્સે તેનો બીજો ભાગ લાવવાનું વિચાર્યું. હવે આ ફિલ્મના બીજા ભાગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે શ્રિયા સરન જોવા મળી હતી અને તે ફરીથી અજય દેવગન સાથે જોવા મળવાની છે.

18 નવેમ્બરે રિલીઝ થશે ‘દ્રશ્યમ 2’

  • તમને જણાવી દઈએ કે અજય દેવગને હાલમાં જ એક તસવીર શેયર કરી છે, જેમાં તેના હાથમાં કેટલાક જૂના બિલ જોવા મળી રહ્યા છે.
  • આ તસવીર શેયર કરતા અજય દેવગને લખ્યું કે ‘કેટલાક જૂના બિલ લેવામાં આવ્યા છે.’ આ સાથે તેમના હાથમાં સ્વામી ચિન્મયાનંદના સત્સંગની સીડી પણ જોવા મળી હતી. આ ફિલ્મ 18 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories