HomeCorona UpdateVaccination for Children: ટીન એજર્સને કોરોના રસીની “મેગા ડ્રાઈવ”થી “મેગા કવચ”

Vaccination for Children: ટીન એજર્સને કોરોના રસીની “મેગા ડ્રાઈવ”થી “મેગા કવચ”

Date:

Related stories

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીન એજર્સ માટે રસીકરણનો કરાવ્યો પ્રારંભ India News Gujarat

ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગાંધીનગરઃ રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનને ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોનાવાલા હાઇસ્કૂલથી શરૂ કરાવ્યું હતું. ત્યાર બાદ રાજ્યભરમાં ટીનેજર્સને વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી. વેક્સિન માટે ટીનેજર્સે લાઇન લગાવી હતી. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને તેમણે કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. India News Gujarat

રસી લેવા માટે ઓફલાઈન વિકલ્પની સુવિધા Vaccination for Children

રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર પર જઈને સીધા રસી મુકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે. કોરોનાના કેસો વધવા લાગતાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સ્કૂલોને ઓફલાઇન શિક્ષણનો આગ્રહ ન રાખવા અને ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ આપવા સૂચના આપી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા 9 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. India News Gujarat

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલમાં કરાવ્યો પ્રારંભ Vaccination for Children

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં સોમવારથી સમગ્ર રાજ્યમાં 15 થી 18 વર્ષના ટીનેજર્સ માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનો પ્રારંભ થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ઉપસ્થિત રહીને ટીન એજર્સ માટેના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. India News Gujarat

ટીન એજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ શસ્ત્ર પ્રદાન Vaccination for Children

આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021 થી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રભરમાં સુદ્રઢ આયોજનના પગલે 70 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પણ અંદાજિત 95 ટકા નાગરિકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લગાવી દેવામાં આવ્યો છે. India News Gujarat

ટીન એજર્સને કાળમુખા કોરોના સામે રસીનું અમોધ શસ્ત્ર પ્રદાન કરાવ્યા બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આજે 15 થી 18 વર્ષના અંદાજે 35 લાખ બાળકો માટે કોરોના રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવમાં આવ્યું છે. India News Gujarat

6306થી વધુ સેન્ટર્સ પર રસી માટે કરાઈ વ્યવસ્થા Vaccination for Children

આ મેગા ડ્રાઇવ અંતર્ગત રાજ્યની શાળાઓ સહિતના અન્ય વિદ્યાર્થીઓ અને ટીન એજર્સને કોરોના રસીકરણ અંતર્ગત વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. 3થી 9 જાન્યુઆરી સુધી ચાલનારી રાજ્યવ્યાપી કોરોના વેક્સિન મેગા ડ્રાઇવમાં રાજ્યનો એક પણ ટીન એજર્સ વેક્સિનના લાભ થી વંચિત ન રહી જાય તે માટેના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ આ મહાઅભિયાન અંતર્ગત 15 થી 18 વયજૂથના બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ આપવમાં આવશે. જે માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવવામા આવ્યો છે. રાજ્યમાં અંદાજે 6306થી વધુ સેન્ટરો કાર્યરત કરીને રસીકરણના સેશનનું આયોજન હાથ ધરાયું છે. એ ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. India News Gujarat

વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો Vaccination for Children

બીજી બાજુ, શહેરની વેજલપુર વિસ્તારની RR ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે 300થી વધુ બાળકોને વેક્સિન અપાશે. શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. RR ત્રિવેદી સ્કૂલમાં વેક્સિન લેનારી પહેલી વિદ્યાર્થિની પૂજા અદરેશિયાએ જણાવ્યું હતું કે હસી લેતાં પહેલાં કન્ફ્યુઝનની સાથે એક્સાઇટમેન્ટ હતું, પરંતુ હવે વેક્સિન લીધા બાદ સારું લાગી રહ્યું છે. તેણે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. India News Gujarat

આ પણ વાંચોઃ Vaccination for Children: બાળકોની રસીના ક્લિનિકલ ટ્રાયલના પરિણામો જાહેર – India News Gujarat

આ પણ વાંચોઃ Vaccine for Teenagers कोरोना पर वार:- आज से किशोरों को लगेगी वैक्सीन, आठ लाख ने करवाया पंजीकरण

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories