HomeCorona Updateગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે રિકવરી રેટમાં પણ વધારો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે રિકવરી રેટમાં પણ વધારો

Date:

Related stories

10 May India Corona Update: કોરોનાના 2109 નવા કેસ, આઠ દર્દીઓના મોત

10 May India Corona Update : વૈશ્વિક રોગચાળા કોવિડ-19ના...

Indiscriminate Shooting: અમેરિકન મોલમાં અંધાધૂંધ ગોળીબાર, 9 લોકોના મોત – India News Gujarat

Indiscriminate Shooting: અમેરિકાના ટેક્સાસના એક મોલમાં ફરી એકવાર અંધાધૂંધ...

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે યોગ્ય સારવાર અને કાળજીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં 400થી વધારે દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યાં છે. જેના કારણે ગુજરાતના રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધારે રિકવરી રેટ ગુજરાતનો જ 48.13 ટકા ઉપર પહોંચ્યો છે.  જ્યારે દેશમાં રિકવરી રેટ 41 ટકાથી વધારે છે. રાજ્યમાં એક સપ્તાહ પહેલા રિકવરી રેટ 40.89 ટકા હતો. જેમાં વધારો થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 376 કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 15 હજારને પાર ગયો છે. આ ઉપરાંત વધારે 23 લોકોના મોત થતા કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધીને 938 પર પહોંચ્યો છે. 24 કલાકમાં 410 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને સાત હજારથી વધારે લોકો સાજા થયાં છે.

24 કલાકમાં સૌથી વધારે અમદાવાદમાં 256 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે સુરતમાં 34,  વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છમાં બે-બે, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે એક-એક કેસ નોંધાયો હતા.

 

 

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories