HomeCorona UpdateCoronaના કેસ દિવસે ને દિવસે થઈ રહ્યા છે ડબલ

Coronaના કેસ દિવસે ને દિવસે થઈ રહ્યા છે ડબલ

Date:

Related stories

 

Omicron Variantની એન્ટ્રી પછી પણ લોકો બેજવાબદાર

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં Omicron Variantના કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને સાથે સાથે  દેશમાં કોરોનાનાં કેસ પણ જે રીતે દિવસે ને દિવસે ડબલ થઈ રહ્યા છે તે પરથી ચોક્કસ કહી શકાય ફરી એકવાર લોકડાઉનના દિવસો દૂર નથી. Omicron Variantની દેશમાં એન્ટ્રી થયા પછી પણ લોકો બેદરકારી દાખવી રહ્યા છે. એકબાજુ દેશમાં Omicron Variantના કેસ વધી રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી લોકો કોવિડ ગાઇડ લાઇનના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. Omicron Variantના કેસમાં દેશનું પાટનગર દિલ્હીમાં પણ બાકાત નથી. રાજધાનીમાં સોમવારે Omicron Variantના એકસાથે 63 કેસ નોંધાયા હતા. 2 દિવસ પહેલા દિલ્હીના સરોજિની માર્કેટનો વિડિયો પણ ઘણો વાયરલ થયો હતો જેમાં લોકો ખરીદી કરવા માટે તૂટી પડ્યા હતા. જેમાં લોકો ધકકાઓ મારી અને બીજા બધાને પાડીને ખરીદી માટે તૂટી પડ્યા હતા. Omicron Variant

Second Waveમાં પડી હતી ભારે હાલાકી

આપણને બધાને યાદ છે કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક હતી. ક્યાંક હોસ્પિટલની બહાર 5-5 કિમીની દાખલ કરવા માટેની એમ્બ્યુલન્સની લાઈન તો ક્યાંક ઑક્સિજન ના બાટલા માટે ની લાઈન તો ક્યાંક ઇંજેક્શન માટેની પડાપડી તો ક્યાંક નહિ બધી જ સ્મશાનની ભઠ્ઠીઓ પીગળી ગઈ, લાકડા ખૂટી પડ્યા, કબરો માટે ની જગ્યા ખૂટી પડી અને ભઠ્ઠીઓ માટેનું ઇંધણ પણ ખૂટી પડ્યું હતું અને આજે પણ એ દ્રશ્યો યાદ કરતા પણ કંપારી છૂટી જાય છે. તેવામાં લોકો બેફિકર બનીને અને નિયમોમાં હળવાશ અનુભવી બેદરકારી દાખવી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે દેશ ફરી એકવાર લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે.

વધતા કેસને લઈને સરકાર ચિંતિત

જે પ્રમાણે સરકાર વારંવાર ઇમરજન્સી બેઠકો સમીક્ષા કરી રહી છે અને રસીકરણ ની ગતિ વધારી રહ્યા છે તે પરથી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે દેશની સરકાર ફરી એકવાર લોક્ડાઉનની તૈયારીઓ કરી રહી છે. જે પ્રમાણે સરકારે કોરોના ગાઇડ લાઇનના નિયમોમાં છૂટછાટ આપી અને લોકો એ તેનો પુરે પુરો ફાયદો ઉઠાવી પોતાના જીવ જોખમમાં મૂકીને કોરોનાના નવા વેરિયન્ટને સીધે સીધું આમંત્રણ આપી રહ્યા છે.

કેરળના ડોક્ટરે આપી હતી ચેતવણી

દેશમાં ઓમિક્રોન ની એન્ટ્રી થયા બાદ કેરળના ડોક્ટરએ રિસર્ચ બાદ ચેતવણી આપવામાં આપી હતી કે ઓમિક્રોનના કેસ રોજ બમણા થશે અને ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પિક પર હશે.
SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories