HomeCorona UpdateCoronaનો વધતો પ્રકોપ - Corona

Coronaનો વધતો પ્રકોપ – Corona

Date:

Related stories

Coronaનો હાહાકાર

વિશ્વભરમાં Corona વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને ભારે દહેશતનું વાતાવરણ સર્જી દીધું છે. અને તેના કારણે જોખમ પણ વધી રહ્યું છે. દરમિયાન બ્રિટને માહિતી આપી છે કે, ઓમિક્રોન વેરિયન્ટથી પીડિત 129 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. બ્રિટનના આરોગ્ય રાજ્ય મંત્રી ગિલિયન કીગને આ માહિતી આપી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો ડેટા સતત વધતો રહેશે તો સરકાર કોરોના પર કડક નિયંત્રણો લાદવામાંથી પાછળ નહીં હટે. Corona

ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ ઝડપથી વધીને 214 થયા

જો કે, અગાઉ મંગળવારે, વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે તેઓ ક્રિસમસ પહેલા કોઈ પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને સરકાર નાતાલના તહેવાર પછી પગલાં લઈ શકે છે. દરમિયાનમાં ભારતમાં આંધ્રપ્રદેશમાંથી વધુ એક નવો કેસ સામે આવ્યો છે. આ સાથે, દેશભરમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ ઝડપથી વધીને 214 થઈ ગયા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 57 કેસ નોંધાયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 54, ગુજરાતમાં 14 અને રાજસ્થાનમાં 18 નવા કેસ મળી આવ્યા છે.

PM મોદીએ ગુરુવારે કોરોના સંકટને પહોંચી વળવા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કોરોના સંકટને પહોંચી વળવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જેમાં તેઓ દેશભરની સ્થિતિનો તાગ મેળવી શકે છે. આ સિવાય કેન્દ્ર તરફથી રાજ્યોને કેટલીક સલાહ પણ આપવામાં આવી શકે છે. ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારા સાથે, બૂસ્ટર ડોઝની માંગ પણ વધી છે.નીતિ આયોગના સભ્ય ડો. વી. કે. પોલે બુધવારે કહ્યું કે કોરોના પ્રારંભિક તબક્કામાં નાના લક્ષણો સાથે જ આવે છે. અમે ઓમિક્રોનવેરિયન્ટ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. જો તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર થશે તો તે આપણા માટે ચિંતાનો વિષય હશે.

આપને જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં લગભગ 139 કરોડકોરોના રસી આપવામાં આવી છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા ઝડપથી ઘટીને 78 હજારની આસપાસ થઈ રહી છે, પરંતુ હવે ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થવાને કારણે ચિંતા વધી ગઈ છે.

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories