HomeCorona UpdateChildren Vaccination: રાજ્યના બાળકોને કોવિડ-19થી સુરક્ષિત કરવા 3 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે

Children Vaccination: રાજ્યના બાળકોને કોવિડ-19થી સુરક્ષિત કરવા 3 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે

Date:

Related stories

Delhi Murder Update: આ તે કેવો પ્રેમ? – India News Gujarat

Delhi Murder Update ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Delhi Murder Update:...

Teacher recruitment scam: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં EDએ સુજય કૃષ્ણાની ધરપકડ કરી છે – India News Gujarat

Teacher recruitment scam: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે પશ્ચિમ...

 

અંદાજે 36 લાખ બાળકોને અપાશે રસી

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Children Vaccination કોવિડ-૧૯થી રાજ્યના બાળકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમાં આગામી તા.૩જી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. તા.૭મી જાન્યુઆરીએ મહા અભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. આજે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે આ અભિયાનની તૈયારીની ચર્ચા વિચારણા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ માર્ગદર્શન પુરુ પડાયુ હોવાનું આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યુ હતું.

આ અંગે મીડિયાને વિગતો આપતા તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન અભિયાનની સંપૂર્ણ તૈયારી કરીને તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ છે. આ અભિયાન હેઠળ 15 થી 18 વર્ષના અંદાજે 36 લાખ બાળકોને આવરી લેવાનું આયોજન છે. જેમાં શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે. Children Vaccination

રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થોઃ મનોજ અગ્રવાલ

તેમણે ઉમેર્યું કે આ બાળકોને હાલ કોવેક્સિનની રસીનો પ્રથમ ડોઝ અપાશે. આ માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અંદાજે 3500થી વધુ સેન્ટરો કાર્યરત કરાશે અને સ્થાનિકકક્ષાએ જરૂરિયાત મુજબ સેશન વધારાશે તેમજ સેશનનો સમય હાલ જે સવારે 9.00 કલાકથી 6.00 કલાક છે તે પણ વધારવાનું આયોજન કરાયું છે. Children Vaccination

શનિવારથી શરૂ થઈ ગયું રજિસ્ટ્રેશન

આ માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

રાજ્યભરમાં 7 જાન્યુઆરીએ ખાસ મહા અભિયાન

તેમણે ઉમેર્યું કે આ અભિયાન હેઠળ 7 જાન્યુઆરીએ રાજ્યભરમાં ખાસ મહા અભિયાન હાથ ધરાશે. જેમાં તમામ બાળકો અને ધોરણ-10માં અભ્યાસ કરતા બાળકોના રસીકરણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે જેથી બોર્ડની પરીક્ષાના સમયે કોઈપણ પ્રકારની તકલીફ પડે નહીં. Children Vaccination

પ્રિકોશન ડોઝ માટેની તૈયારીઓ પૂર્ણ

મનોજ અગ્રવાલે ઉમેર્યુ કે 60 વર્ષથી વધુ વયના કોમોર્બિડ વયસ્કો, ફ્રન્ટ લાઇન વર્કર, હેલ્થ વર્કરને પણ આગામી 10 જાન્યુઆરીથી પ્રિકોશન ડોઝ આપવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં અંદાજે 13 થી 14 લાખ વયસ્કોનો ડેટા આરોગ્ય વિભાગ પાસે તૈયાર છે. તેમજ બીજા ડોઝ બાદ 39 અઠવાડિયા પૂર્ણ થશે તેમ તેમ તમામને આ પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરી દેવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ New World Record Will Be Set Up શ્રી કાશી વિશ્વનાથ ધામ આજે વિશ્વમાં સંભળાશે શંખનાદની ગૂંજ

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today 1 January 2022 नए साल पर पेट्रोल डीजल के दाम कुछ इस प्रकार

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories