HomeBusinessVodafone CEO StepDown: Nick Read છોડશે કંપની, જાણો કેમ લીધો આ મોટો...

Vodafone CEO StepDown: Nick Read છોડશે કંપની, જાણો કેમ લીધો આ મોટો નિર્ણય-India News Gujarat

Date:

Related stories

Politics of Gujarat: કિન્તુ-પરંતુમાં અટવાઈ કોંગ્રેસ – India News Gujarat

Politics of Gujarat ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Politics of Gujarat: ગુજરાત...

Mission Loksabha 2024: ભાજપ માટે 4 રાજ્યો ખૂબ જ મહત્વપૂર્ણ – India News Gujarat

Mission Loksabha 2024 ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Mission Loksabha 2024:...

Vodafone CEO StepDown: Nick Read છોડશે કંપની, જાણો કેમ લીધો આ મોટો નિર્ણય-India News Gujarat

 • Vodafone CEO StepDown: Nick Read પદ છોડવાનો નિર્ણય લીધો છે.
 • તેઓ આ વર્ષના અંતમાં પોતાનું પદ છોડી દેશે.
 • તેમના સ્થાને મુખ્ય નાણા અધિકારી માર્ગેરિટા ડેલા વાલેને વચગાળાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • બ્રિટનના વોડાફોન ગ્રુપે સોમવારે જણાવ્યું હતું કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) નિક રીડ આ વર્ષના અંતમાં પદ છોડશે.
 • ગ્રુપ ફાઈનાન્સ ચીફ માર્ગેરિટા ડેલા વૈલે વચગાળાના ધોરણે તેમનું સ્થાન લેશે.
 • તેના ચાર વર્ષના કાર્યકાળમાં રીડે ન માત્ર મોબાઈલ ગ્રૂપને મહામારીમાંથી ઉગાર્યુ, પરંતુ યૂરોપ અને આફ્રિકામાં પોતાનું ફોકસ વધારવા માટે કંપનીની પ્રોપર્ટી વેચવાનો નિર્ણય કર્યો
 • આ સિવાય તેમણે ટાવરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અલગ યુનિટમાં રૂપાંતરિત કર્યું.
 • આ ફેરફારો પછી પણ વોડાફોનના શેરમાં સતત ઘટાડો નોંધાયો.
 • નિક રીડ એ કહ્યું કે “મને મારી કારકિર્દીમાં 20થી વધુ વર્ષો વોડાફોનમાં ગાળવાનો વિશેષાધિકાર મળ્યો અને અમે સમગ્ર યુરોપ અને આફ્રિકામાં ગ્રાહકો અને સમુદાયો માટે જે કર્યું છે તેના પર મને ગર્વ છે”
 • નિક રીડે કહ્યું એક નિવેદનમાં વોડાફોન ગ્રૂપના ચેરમેન જીન-ફ્રાંકોઈસ વાન બોક્સમીરે જણાવ્યું હતું કે “બોર્ડ વતી, હું નિકનો બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેની પ્રતિબદ્ધતા અને મહત્વપૂર્ણ યોગદાન માટે અને તેની સાથે બે દાયકાથી વધુની કારકિર્દી માટે આભાર માનું છું.”

નવા નેતા માટે યોગ્ય સમય

 • નિક રીડ 31 માર્ચ 2023 સુધી બોર્ડમાં સલાહકાર તરીકે હાજર રહેશે.
 • નિક રીડે કહ્યું કે “હું બોર્ડ સાથે સંમત છું કે હવે નવા નેતાને જવાબદારી સોંપવાનો આ યોગ્ય સમય છે જે વોડાફોનની શક્તિઓ પર નિર્માણ કરી શકે અને તાત્કાલિક તકોનો લાભ ઉઠાવી” વોડાફોને માર્ગેરિટા ડેલા વાલેને વચગાળાના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કર્યા છે.

માર્ગેરિટા પાસે કંપનીને વધારે અપેક્ષા

 • વોડાફોને કહ્યું કે માર્ગેરિટા ડેલા વૈલેએ કંપનીની કામગીરી સુધારવા માટે કંપનીની વ્યૂહરચનાનાં અમલીકરણને વેગ આપવાનું છે.
 • આ ઉપરાંત, તે શેરધારકોને વધુ સારી કિંમત આપવાનું પણ સારું કામ કરશે.
 • વોડાફોન ગ્રૂપે જણાવ્યું હતું કે માર્ગેરિટા વચગાળાના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ તેમજ ગ્રૂપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપશે.

2001માં વોડાફોનમાં જોડાયા

 • વોડાફોને વધુમાં જણાવ્યું હતું કે બોર્ડે નવા ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવને શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે.
 • નિક રીડ 2001માં વોડાફોન ગ્રુપમાં જોડાયા હતા.
 • 2018માં CEO બનતા પહેલા તેમણે સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક એક્ઝિક્યુટિવ પદ પર કામ કર્યું છે.
 • વોડાફોનમાં જોડાતા પહેલા, તેમણે યુનાઈટેડ બિઝનેસ મીડિયા પીએલસી અને ફેડરલ એક્સપ્રેસ વર્લ્ડવાઈડમાં ગ્લોબલ ફાયનાન્સ પદ સંભાળ્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો-

Vodafone Idea: ના ગ્રાહકો માટે ચિંતાના સમાચાર,તમારા મોબાઈલ ઠપ્પ થી શકે છે

તમે આ પણ વાંચી શકો છો-

Telecom Company:સરકાર આ ખાનગી ટેલિકોમ કંપનીમાં સૌથી મોટી શેરધારક બનશે

SHARE
- Advertisement -

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories