ઈનગુજરાતી એ ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતનો વેબ અવતાર છે. જે ભારતમાં 24 કલાકની ગુજરાતી ભાષાની ન્યૂઝ ચેનલ છે. તેનું સૂત્ર છે “ગુજરાતની ધડકન”. તે આઈટીવી નેટવર્કનો એક ભાગ છે.
દેશની સૌથી વધુ સ્પર્ધાત્મક શૈલીમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતની ટોચની ગુજરાતી ન્યૂઝ ચેનલોમાં ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતનો સમાવેશ થાય છે અને તે ઝડપથી વિકસતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે.
ચેનલ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં લોકોની ધડકન બનીને સતત આગળ વધી રહી છે.
દેશ, વિદેશ કે પ્રાદેશિક તેમ જ વેપાર ઉદ્યોગ જગતના સમાચારોના પ્રવાહોને પકડવા અને તેને યોગ્ય રીતે રજૂ કરે છે. આ ઉપરાંત રાજકીય બાબતોની ઉમદા સૂઝબૂઝ સાથે ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતની દરેક ક્ષેત્રમાં નોંધ લેવાય એ રીતે સરળ ભાષામાં તમામ પ્રકારના સમાચારો રજૂ કરવાની પોતાની આગવી ઢબને કારણે તે ગુજરાત અને ગુજરાતીઓનો વિશ્વાસ જીતી રહી છે.
ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતી દર્શકોના અવાજને વાચા આપે છે, કેમ કે, તે એવા મુદ્દાઓ ઉઠાવે છે જે સામાન્ય લોકો માટે અતિ મહત્વપૂર્ણ છે અને ગુજરાત તેમજ ગુજરાતીઓની નસેનસથી વાકેફ હોવાના કારણે દર્શકો તેને યોગ્ય રીતે ન્યાય પણ આપે છે.